May મહિના બાદ બ્રેન્ટ ક્રૂડ પ્રથમ વખત ૮૦ ડોલરની સપાટીએ

2213

May મહિના બાદ બ્રેન્ટ ક્રૂડ પ્રથમ વખત ૮૦ ડોલરની સપાટીએ

હેલો મિત્રો, અમારી ચેનલ પર આપનું સ્વાગત છે. જો તમે હજુ સુધી આ ચેનલનું અનુસરતા નથી. પછી હવે ઉપરના પીળા રંગના ફોલો બટન દબાવો

લંડન: બ્રેન્ટ ક્રૂડ મે મહિના બાદ પ્રથમ વખત લંડનમાં પ્રતિબેરલ ૮૦ ડોલરની સપાટીને વટાવી ગયું છે. ક્રૂડ ઓઇલનાે વૈશ્વિક પુરવઠો ઘટી રહ્યો છે એવા સંકેતો અને ચિંતા વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો છે. બુધવારે બ્રેન્ટ ફ્યૂચર ૧.૪ ટકા સુધી વધ્યો હતો, જ્યારે યુએસ ક્રૂડ બેન્ચમાર્કમાં ૨.૯ ટકાનો વધારો થયો હતો.

આ ઉપરાંત અમેરિકા પર કેન્દ્રિત થયેલ ચક્રવાત ફ્લોરેન્સના કારણે પણ અમેરિકાના પૂર્વીય તટીય વિસ્તારોના ઇંધણ માર્કેટ પ્રભાવિત થયા છે. ૧૬ અબજ ડોલર જેટલી ઊર્જા સંબંધિત અસ્ક્યામતોનું સંચાલન કરતી કંપની ટોર્ટોઇઝ, લી વૂડ કેન્સાસ ખાતે વિશ્લેષક નિક હોમ્સે જણાવ્યું હતું કે વૈશ્વિક રીતે ઇરાન પરના પ્રતિબંધોના કારણે ઓઇલ માર્કેટ પર દબાણ વધી રહ્યું છે.

રોકાણકારો જ્યારે ઇરાની પ્રતિબંધોની અસરનું મૂલ્યાંકન કરી રહ્યા છે ત્યારે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે સાઉદી અરેબિયા અને રશિયા જેવા મેગા ઉત્પાદકો ઓઇલના સપ્લાયમાં જે ખાધ ઊભી થઇ છે તે પુરવા આગળ આવશે કે કેમ?

રશિયાએ એ‍વું જણાવ્યું છે કે તેની પાસે ઓઇલ ઉત્પાદનનો નવો રેકોર્ડ સ્થાપવાની ક્ષમતા છે, પરંતુ આ મહિને ઓપેકની બેઠક પૂર્વે બજારને વધારાનો પુરવઠો પૂરો પાડવાની જરૂર છે કે કેમ તે અંગે હજુ કોઇ નિર્ણય લેશે નહીં.

આમ, હવે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે ભારતમાં પણ તેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રભાવિત થશે અને તેથી નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની કોઇ શક્યતા જણાતી નથી.