પ્રેમીકાએ પ્રેમીને કહ્યું, ‘પહેલા મને મારી નાખ પછી તું મરી જજે’

4151

✍કચ્છ સેવા ન્યુઝ ગુજરાત✍

પ્રેમીકાએ પ્રેમીને કહ્યું, ‘પહેલા મને મારી નાખ પછી તું મરી જજે’

હેલો મિત્રો, અમારી ચેનલ પર આપનું સ્વાગત છે. જો તમે હજુ સુધી આ ચેનલનું અનુસરતા નથી. પછી હવે ઉપરના પીળા રંગના ફોલો બટન દબાવો

પ્રેમીકાએ પ્રેમીને કહ્યું, 'પહેલા મને મારી નાખ પછી તું મરી જજે'

વડોદરા શહેરના તરસાલી-સુશેન રોડ ઉપર આવેલ આનંદબાગ સોસાયટીમાં રહેતા ફેક્ટરી માલિકની પત્ની કુંજલ પંચાલની હત્યા તેના પ્રેમીએ કરી હોવાનો ખુલાસો થયો છે.  કુંજલનો પ્રેમી મીત ગોરાનાએ તેની પ્રેમિકાના કહેવાથી તેની હત્યા કર્યા બાદ પાછળથી પોતાના જીવનનો પણ અંત આણ્યો હતો. કુંજલના પ્રેમીએ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. આ આખી ઘટના સહિત પ્રેમપ્રકરણનો ઘટસ્ફોટ મીતની સુસાઈટ નોટ પરથી થયો હતો.

આ સુસાઈડ નોટમાં બંને પ્રેમીપંખીડાઓ વચ્ચે જીવનનું અંત આણવા માટે બનાવેલ પ્લાન વિશે મીતે જણાવ્યું હતું, સુસાઈડ નોટમાં લખ્યું છે કે, મીતની પ્રેમીકાએ કહ્યું હતું કે, પહેલા તું મને મારી નાંખ પછી તું મરી જજે અને આમ તેમને બનાવેલ પ્લાન પ્રમાણે બંનેએ જીવનનો અંત લાવી દીધો હતો.

આ ઘટના વિશે ડી.સી.પી. ક્રાઇમ જયદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શુક્વારે સવારે તરસાલી-સુશેન રોડ ઉપર આવેલી આનંદ બાગ સોસાયટીમાં રહેતા કુંજલબહેન પ્રતિકભાઇ પંચાલ (ઉં.વ.25)ના ગળામાં કોઇ અજાણ્યા વ્યક્તિએ ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવ અંગે શહેર ક્રાઇમ બ્રાંચ અને મકરપુરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દીધી હતી.

પોલીસે તપાસની શરૂઆત મૃતક કુંજલના મોબાઇલ ફોન કોલ અને મેસજથી કરી હતી. જેમાં કુંજલ અને પ્રેમી મીત અનિલભાઇ ગોરાના વચ્ચે થયેલ ફોન અને એકબીજાને કરેલા મેસેજ મળી આવ્યા હતા. પોલીસે મીત અંગે તપાસ કરતા મીત કુંજલની ભાભી ખુશ્બુબહેનનો પિતરાઇ ભાઇ હોવાનું બહાર આવ્યું હતું. તે બાદ પોલીસે મીતની શોધખોળ શરૂ કરી હતી. જોકે, મીત મળ્યો નહતો.

આ દરમિયાન સાંજે રેલવે પોલીસને મકરપુરા રેલવે યાર્ડમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને મૃતકના ખિસ્સામાંથી પાકિટ મળી આવ્યું હતું. જેમાંથી આધાર કાર્ડ, પાન કાર્ડ અને સુસાઇડ નોટ મળી આવી હતી. રેલવે પોલીસે આ ઘટનાની જાણ શહેર પોલીસને કરી હતી. બીજી તરફ મીતના આપઘાતની જાણ પરિવારજનોને થતાં પિતા અનિલભાઇ ગોરાના નાના પુત્ર ક્રિષ્ણા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. મીતની લાશને ઓળખી બતાવી હતી.

ડી.સી.પી. જયદીસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, કુંજલની સવારે થયેલી હત્યા અને સાંજે રેલવે ટ્રેન નીચે પડતું મૂકીને મીત ગોરાનાએ કરેલી આત્મહત્યાનો રહસ્ય સુસાઈડ નોટે ઉકેલી નાંખી હતી. મીત પાસેથી મળી આવેલ સુશ્યાઇટ નોટમાં જણાવ્યા પ્રમાણે કુંજલ અને મીત એકબીજાને પ્રેમ કરતા હતા. બંનેએ ભાગીને લગ્ન કરવાનો પણ પ્લાન બનાવ્યો હતો. પરંતુ, બંનેએ લાગ્યું કે, આપણા પ્રેમને સમાજ સ્વીકારશે નહિં. આથી કુંજલે મીતને કહ્યું કે, પહેલાં તું મને મારી નાંખ અને પછી તું મરી જજે.

આમ કુંજલ અને મીત વચ્ચે નક્કી થયા બાદ મીત ગોરાના સવારે કુંજલના ઘરે આવ્યો હતો. એક કલાક રોકાયો હતો. તે બાદ આયોજન પ્રમાણે મીતે શાક કાપવાની છરીથી કુંજલની હત્યા કરી હતી. કુંજલની હત્યા કર્યા બાદ તેને મકરપુરા રેલવે યાર્ડમાં જઇ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.