સંજય દત્તની આગામી ફિલ્મ ‘ટોરબાજ’થી વધુ એક હોટ અભિનેત્રીનું બોલિવૂડમાં ડેબ્યૂ

3137

 ✍કચ્છ સેવા ન્યુઝ ગુજરાત✍

સંજય દત્તની આગામી ફિલ્મ ‘ટોરબાજ’થી વધુ એક હોટ અભિનેત્રીનું બોલિવૂડમાં ડેબ્યૂ

હેલો મિત્રો, અમારી ચેનલ પર આપનું સ્વાગત છે. જો તમે હજુ સુધી આ ચેનલનું અનુસરતા નથી. પછી હવે ઉપરના પીળા રંગના ફોલો બટન દબાવો

સંજય દત્તની આગામી ફિલ્મ ‘ટોરબાજ’થી એક હોટ અભિનેત્રી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તે છે અભિનેત્રી, મોડલ અને ડાન્સરના રૂપમાં જાણીતી સ્નેહા નામાનંદી. મુંબઇથી મેનેજમેન્ટનો અભ્યાસ કરી ચૂકેલી સ્નેહા પોતાના બોલ્ડ અંદાજ માટે મશહૂર છે, જેની જાણ તેના સોશિયલ એકાઉન્ટ પરથી થાય છે.

સોશિયલ મીડિયા પર તેની ઘણી હોટ તસવીરો વાઇરલ પણ થાય છે. અભિનયમાં પણ તે કાચી નથી. આ પહેલાં તે ‘લી’ જેવી કેટલીક દક્ષિણ ભારતીય ફિલ્મ ઉપરાંત મરાઠી અને બંગાળી ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે, જોકે ‘ટોરબાજ’ તેના માટે બોલિવૂડમાં આવવાની એક મોટી તક છે. આ માટે તે ખૂબ જ ઉત્સાહી છે.

તાજેતરમાં નાનકડા પરદાના શો ‘યે હૈ મોહબ્બતેં’માં નિખિલનું પાત્ર ભજવનાર અભિનેતા રિભુ મહેરા સાથે તેનો એક વી‌િડયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. વીડિયોમાં એક બેડરૂમ સીન છે, જે એક મ્યુઝિક વીડિયોનો ભાગ છે, જેનું નામ ‘રે પિયા’ છે. ગીતને અલ્તાફ સૈયદે ગાયું છે.

રિભુએ જણાવ્યું કે મ્યુઝિક વીડિયોની આ સિક્વન્સ મહત્ત્વની હતી અને તમામ લોકો ઇચ્છતા હતા કે તે સારી રીતે શૂટ થાય અને અશ્લીલ પણ ન દેખાય. શૂ‌ટિંગના દિવસે જ તેની મુલાકાત સ્નેહા સાથે થઇ હતી. તેમની પાસે એકબીજાને જાણવાનો સમય ઓછો હતો છતાં પણ તેમણે સારી રીતે શૂટિંગ કર્યું.

‘ટોરબાજ’ પહેલાં સ્નેહા એક હોરર ફિલ્મ ‘પેરા નોર્મલ ઇશ્ક’માં પણ જોવા મળશે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે, તેમાં તે અભિનેતા અમિત પુન્ડીરની ઓપોઝિટ છે, પરંતુ તે નાના બજેટ અને નાના બેનરની ફિલ્મ છે. તેથી ‘ટોરબાજ’ જ તેની ડેબ્યૂ ફિલ્મ માનવામાં આવે છે. •