ફરી ભારતીય સુકાની વિરાટ કોહલીની મીડિયા સાથે તૂ તૂ મૈં મૈં

5272

ફરી ભારતીય સુકાની વિરાટ કોહલીની મીડિયા સાથે તૂ તૂ મૈં મૈં

હેલો મિત્રો, અમારી ચેનલ પર આપનું સ્વાગત છે. જો તમે હજુ સુધી આ ચેનલનું અનુસરતા નથી. પછી હવે ઉપરના પીળા રંગના ફોલો બટન દબાવો

લંડનઃ સાડા ત્રણ વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરી રહેલો વિરાટ કોહલી પરાજય બાદ ખુદ પર કાબૂ રાખી શકતો નથી અને મીડિયાના સવાલોના જવાબ આપવાના બદલે તેમની સાથે તકરાર કરવા માંડે છે. ઈંગ્લેન્ડ સામે ૧-૪થી શરમજનક રીતે હારી ગયા બાદ વિરાટને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે ‘શું તમે હજુ પણ એવું માનો છો કે વિદેશ પ્રવાસ ખેડનારી આ દુનિયાની સૌથી શ્રેષ્ઠ ટીમ છે?’

આ સવાલનો જવાબ આપવાના બદલે વિરાટે પત્રકારને સામો સવાલ કર્યો હતો, “તમને શું લાગે છે?” પત્રકારે કહ્યું, ‘મને તો એવું નથી લાગતું.’ તો વિરાટે કહ્યું કે, “એ તમારું માનવું છે.”

ઉલ્લેખનીય છે કે વિરાટ અને હેડ કોચ રવિ શાસ્ત્રી સતત એવું કહેતા આવ્યા છે કે વિદેશ પ્રવાસ કરનારી આ દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ છે. પાછલાં ૧૫ વર્ષમાં વિદેશ જનારી ભારતની સર્વશ્રેષ્ઠ ટીમ છે. જોકે ટીમ મુશ્કેલ પ્રવાસ દરમિયાન જીત હાંસલ કરી શકી નથી એ પણ એક હકીકત છે.

આવું જ કંઈક દક્ષિણ આફ્રિકામાં સતત બીજી ટેસ્ટ હાર્યા બાદ સેન્ચુરિયનમાં બન્યું હતું. એ શ્રેણીમાં વિરાટે સતત બે ટેસ્ટમાં વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણેને ટીમની બહાર રાખ્યો હતો અને ભારતીય ટીમ એ બંને મેચ હારી ગઈ હતી.

દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટ હારી ગયા બાદ જ્યારે કોહલી પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો ત્યારે દક્ષિણ આફ્રિકાના એક પત્રકારે કોહલીને પૂછ્યું હતું કે, “તમે ભારતમાં સારું પ્રદર્શન કરો છો, પરંતુ જ્યારે અહીં આવો છો ત્યારે તમારા પ્રદર્શનમાં નિરંતરતા રહેતી નથી. શું આનું કારણ તમારી અંતિમ ઈલેવન યોગ્ય રીતે પસંદ ન થવી એ છે?”

એ સવાલ પર વિરાટે ગુસ્સે થઈને પત્રકારને જ દક્ષિણ આફ્રિકાની ટીમના ભારતમાંના ઇતિહાસ અંગે પૂછવાનું શરૂ કરી દીધું હતું. કોહલીએ વળતો સવાલ પૂછ્યો હહતો કે, “સતત ફેરફાર બાદ અમે કેટલી મેચ જીત્યા છીએ?” તેના જવાબમાં પત્રકારે કહ્યું, “તમે ઘણી મેચ જીત્યા છો, પરંતુ તમારા ઘરઆંગણે.” કોહલીએ ફરીથી એ પત્રકારને જવાબ આપતાં કહ્યું, “અમે ૨૧ મેચ જીત્યા અને ફક્ત બે મેચ હાર્યા.

દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતમાં આવીને કેટલી મેચ જીતી?” મામલો આગળ વધતો જોઈને ભારતીય મીડિયા મેનેજરે મુદ્દો પોતાના હાથમાં લઈ લીધો હતો અને બીજા પત્રકારને સવાલ પૂછવા કહ્યું હતું.

આ પહેલાં જ્યારે એક ભારતીય પત્રકારે વિરાટને પૂછ્યું હતું કે, ‘તમે પાછલા ઘણા સમયથી ભારતીય ઉપખંડમાં રમી રહ્યા છો અને ત્યાં અંતિમ ઇલેવન પસંદ કરવાની તમારી પાસે શ્રેષ્ઠ ફોર્મ્યુલા રહી છે.

અહીં પણ એવી જ પીચ હતી, પરંતુ શા માટે તમે તમારી સર્વશ્રેષ્ઠ ફોર્મ્યુલા અપનાવી શક્યા નહીં?’ એ સવાલનો જવાબ આપવાને બદલે વિરાટે એ પત્રકારને સામો સવાલ પૂછ્યો હતો, “તમારી સર્વશ્રેષ્ઠ ટીમ કઈ છે? જો અમે આ મેચ જીતી ગયા હોત તો સર્વશ્રેષ્ઠ ટીમ કઈ હોત?” પત્રકારે જ્યારે તેને કહ્યું કે, ‘મારો સવાલ આ પીચ પર અંતિમ ઈલેવન પસંદ કરવા અંગે છે.’ ત્યારે વિરાટે કહ્યું હતું, “અમે રિઝલ્ટના આધારે ટીમની પસંદગી નથી કરતા.”

ભારતીય ક્રિકેટે કપિલ, ગાવસ્કર, તેંડુલકર, અઝહરુદ્દીન, ગાંગુલી, દ્રવિડ, કુંબલે અને ધોની જેવા કેપ્ટન આપ્યા છે. એમાં સૌથી વધુ આક્રમક સૌરવ ગાંગુલી રહ્યો છે. જોકે તે પણ ક્રીઝ પર જ આક્રમક બનતો હતો, બાકી તે શાંત રહેતો હતો.

વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી આ કળાને હજુ સુધી શીખી શક્યો નથી. ક્રિકેટ દિગ્ગજો પણ કહી રહ્યા છે કે વિરાટે પોતાની મેદાનમાં તેમજ મેદાનની બહાર પોતાની આક્રમકતા પર કાબૂ રાખવાની જરૂરી છે.