તૂટતા રૂપિયાથી ચિંતિત PM મોદીએ રિવ્યૂ બેઠક બોલાવી

2706

તૂટતા રૂપિયાથી ચિંતિત PM મોદીએ રિવ્યૂ બેઠક બોલાવી

હેલો મિત્રો, અમારી ચેનલ પર આપનું સ્વાગત છે. જો તમે હજુ સુધી આ ચેનલનું અનુસરતા નથી. પછી હવે ઉપરના પીળા રંગના ફોલો બટન દબાવો

નવી દિલ્હી: દેશમાં એક બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી આર્થિક હાહાકાર મચી ગયો છે અને બીજી બાજુ ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં લઇને ખાસ કરીને રૂપિયાના પતનને અટકાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હવે અંગત રસ લઇને શનિવારે વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક બોલાવવામાં આવી છે.

આ રિવ્યૂ મિટિંગમાં અર્થતંત્ર પર ચર્ચા થશે. અહેવાલો અનુસાર આ મિટિંગ શુક્રવારે યોજાઇ શકે છે, જેમાં નાણાપ્રધાન અરુણ જેટલી હાજર રહેશે. આ ઉપરાંત કેટલાક કેબિનેટ પ્રધાનો પણ હાજર રહેવાની શક્યતા છે.

આ દરમિયાન નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે રૂપિયામાં હવે કોઇ પણ જાતને આધાર વગર ઘટાડો થાય નહીં તે માટે સરકાર અને આરબીઆઇ શક્ય તમામ પ્રયાસો કરશે. વડા પ્રધાન સાથેની બેઠકમાં રૂપિયાને કઇ રીતે મજબૂત કરાય અને પેટ્રોલ-ડીઝલના ભાવ કઇ રીતે ઘટાડાય તે અંગે સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

પીએમ મોદીએ બોલાવેલી બેઠકમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર, પીએમની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન વિવેક દેવરાય અને આર્થિક બાબતોના સચિવ હસમુખ અઢિયા ભાગ લેશે.