અબડાસા તાલુકાના સમંડા ગામની સીમમાંથી પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજ

3422

અબડાસા તાલુકાના સમંડા ગામની સીમમાંથી પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજ

✍કચ્છ સેવા ન્યુઝ ગુજરાત✍પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબની સુચનાથી એલ.સી.બી., ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.બી.ઔસુરાના માર્ગદર્શન અને આગેવાની હેઠળ આજરોજ એલ.સી.બી. સ્ટાફના માણસો અબડાસા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

  દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા અબડાસા તાલુકાના નાની વમોટી ગામે આવતા ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, અબડાસા તાલુકાના કંકાવટી ગામનો ભોજુભા ડુંગરસિંહ સોઢા* જે ગે.કા.રીતે ઇંગ્લીશ દારૂ રાખી વેંચાણ કરે છે અને હાલે તેને આ ઇંગ્લીશ દારૂનો જથ્થો અબડાસા તાલુકાના સમંડા ગામની આથમણી સીમમાં આવેલ ડુંગરની બાજુમાં કાંટાળી ઝાડીમાં છુપાવીને રાખેલ છે. જેવી સચોટ અને ભરોષા લાયક બાતમી હકીકત મળતા મળેલ બાબતી હકીકત આધારે તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ આવી રેડ કરતા *પાર્ટી સ્પેશયલ ડીલક્ષ વ્હીસ્કીની ઇંગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૬૦ તેમજ ગોવા સ્પેશીયલ પ્રીમીયમ વ્હીસ્કીની ઇંગ્લીશ દારૂના ૧૮૦ એમ.એલ.ના કાચના કવાર્ટરીયા નંગ-૯૫ એમ નાની મોટી બોટલો મળી કુલ-૧૫૬ બોટલો જેની કિંમત રૂા.૩૦,૬૦૦/- નો પ્રોહિ મુદામાલ* કબ્જે કરવામાં આવેલ છે,

આ કામે રેડ દરમ્યાન હાજર નહી મળી આવેલ આરોપી *ભોજુભા ડુંગરસિંહ સોઢા, રહે.કંકાવટી, તા.અબડાસા વિરૂધ્ધ નલીયા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી માટે ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.