ભુજ શહેર વિસ્તારમાંથી ધાણી પાસાનો જુગાર પકડી પાડતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી.

1032

ભુજ શહેર વિસ્તારમાંથી ધાણી પાસાનો જુગાર પકડી પાડતી પશ્ચિમ કચ્છ એલ.સી.બી.

પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ,  પશ્ચિમ કચ્છ ભુજની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ.આલ તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.બી.ઔસુરાનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

પેટ્રોલીંગ દરમ્યાન પો.કોન્સ. મહિપાલસિંહ જાડેજાનાઓને બાતમી રાહે હકીકત મળેલ કે, નવા રેલ્વેસ્ટેશન થી અમનનગર જતા રસ્તા પર આવેલ કોકાકોલા કંપનીના ગોડાઉનની પાછળ બાવળોની ઝાડીમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી ધાણી પાસા વડે રૂપીયાની હાર જીતનો જુગાર રમી રમાડતા હોય જે બાતમી અન્વયે તુરંતજ વર્ક આઉટ કરી રેડ કરતા *(૧) મામદ ઉર્ફે જાનકુડી હુસેન ડુમ, ઉવ.૫૦, રહે.સુરલભીઠ રોડ, સોનાપુરી પાછળ, મહેંદી કોલોની, ભુજ (ર) સંકેતગીરી દિનેશગીરી ગોસ્વામી, ઉવ.૩૮, રહે.મકાન નં.૭, હેપ્પી હોમ, વાલદાસ નગર, ભુજ (૩) જુસબ ઓસ્મણ સમા, ઉવ.૩૮, રહે.જુની બકાલી કોલોની, આત્મારામ સર્કલની સામે, ભુજ (૪) હાસમ આમદ મેર, ઉવ.૪૨, રહે.કુવાથળા, તા.ભુજ વાળાઓને રોકડા રૂા.૨૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪ગ-૪, કિ.રૂા.૫,૦૦૦/- તથા ધાણીપાસા નંગ-ર ના મુદામાલ સાથે* પકડાઇ જઇ તથા આરોપી નં.(૫) હાજી ઉર્ફે કાકાળો મીયાણા,રહે.ભુજ નં.(૬) હસન રમજુ સમા, રહે.આત્મારામ સર્કલ પાસે, ભુજવાળા રેડ દરમ્યાન નાસી ગયેલ હોય જે તમામ ઇસમો વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.