જુગાર રમતા 7 ખેલીઓ ઝડપાયા મુદ્દામાલ સાથે પધ્ધર પોલીસ સ્ટેશન ભુજ કચ્છ પોલીસ

6877

જુગાર રમતા 7 ખેલીઓ ઝડપાયા મુદ્દામાલ સાથે પધ્ધર પોલીસ સ્ટેશન ભુજ કચ્છ પોલીસ

પધ્ધર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. એસ.જે.રાણાને ખાનગી રાહે હકીકત મળેલ કે,  કુકમા ગામમા વૈભવનગર ચોક પાસે અમુક ઇશમો રૂપિયાની હારજીતનો જુગાર રમે છે. જેથી પોલીસ અધિક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ તથા મદદનીસ  પોલીસ અધિક્ષક શ્રી રવી તેજા સાહેબનુ માર્ગદર્શન મેળવી પધ્ધર પોસ્ટેના પો.સબ ઇન્સ. એસ.જે.રાણાએ પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા. કુકમા ગામમા વૈભવનગર ચોક પાસે અમુક ઇશમો ગોળ કુંડાળુ વળી પત્તા વળે રૂપિયાની હારજીતનો જુગાર રમતા હતા જેમા (૧) વિપુલ દલસંગભાઇ પટેલ રહે, સોનલ પાર્ક કુકમા (૨)બાલુ ગુસાભાઇ ચુડસ્મા રહે, વિશ્વકર્માનગર ભુજ  (૩) વિકાસસિંઘ જયપ્રકાશસિંઘ રહે આહીર સમાજવાડી પાછડ કુકમા    (૪) ઘનશ્યામ સંભુ હુંબલ રહે નિંગા તા. અંજાર (૫) બલદેવ રવજીભાઇ બરારીયા રહે નિંગા તા. અંજાર  (૬) ગોવિંદભાઇ સંકરલાલ પટેલ રહે વર્ધમાન નગર ભુજ  (૭) ધર્મેન્દ્રસીંગ સુરેશસીંગ ચૌહાણ વાળાઓ પાસેથી *કુલ રોકળ રૂપિયા ૪૧,૪૦૦/- તથા ૮ મોબાઇલ કી.રૂ. ૫૫૦૦/- તથા ગંજીપત્તા નંગ ૫૨ કી.રૂ.૦૦.૦૦ મળી આવતા. કુલ ૪૬,૯૦૦/-ના જુગારના મુદ્દામાલ સાથે ઉપરોક્ત સાતેય ઇશમોને ધોરણસર અટક કરી તેમના વિરૂધ્ધ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ ૧૨ મુજબ  ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.