સુરત: પતિએ જ કરી પત્નીની હત્યા, ઓળખ ન થાય તે માટે છૂંદી નાંખ્યું મોં

1040

સુરત: પતિએ જ કરી પત્નીની હત્યા, ઓળખ ન થાય તે માટે છૂંદી નાંખ્યું મોં

સુરત: પતિએ જ કરી પત્નીની હત્યા, ઓળખ ન થાય તે માટે છૂંદી નાંખ્યું મોં

પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને પતિએ કરી પત્નીની હત્યા

સુરતના પુણા વિસ્તારમાં બે દિવસ પહેલા મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી હતી. પોલીસ તપાસ કરતા આ મહિલાની હત્યા તેના પતિએ જ કરી હોવાનું કબૂલ્યું છે.

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલ એક ખંડેર મકાનમાંથી 35 વર્ષની મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખંડેર મકાનમાં મહિલાની લાશ પડી હોવાની જાણ સ્થાનિકોને જાણ થતાં પોલીસને આ બાબતની જાણ સ્થાનિક લોકોએ કરી હતી. મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવવાની ઘટનાને પગલે જોઈન્ટ સીપી, ડીસીપી સહિતના અધિકારીઓ તેમજ પુના પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મહિલાનું મોઢું કોઈ બોથડ પદાર્થ વડે છુંદીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી.

પોલીસે એફએસએલની મદદ લઇ મહિલાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં આ મહિલાની હત્યા બીજા કોઈ નહીં પણ તેના પતિ એ કરી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

પોલીસની તપાસમાં આ મહિલાની હત્યા તેના પતિએ કરી છે તેવું સામે આવ્યું છે. પતિએ કબૂલ્યું હતું કે પત્ની અલગ અલગ વ્યક્તિ સાથે શારીરિક સબંધ રાખતી હતી આ બાબતે સમજાવા છતાંય સમજતી ન હતી જેના પગલે તેની હત્યા કરી દીધી. પોલીસે આ મામલે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.