પોલીસબેડામાં ધરખમ ફેરફાર, એકસાથે 66 IPS અધિકારીઓની ચૂંટણીલક્ષી બદલી

574

પોલીસબેડામાં ધરખમ ફેરફાર, એકસાથે 66 IPS અધિકારીઓની ચૂંટણીલક્ષી બદલી

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી અગાઉ પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. લોકસભાનાં ઈલેક્શન પહેલા રાજ્યનાં 66 IPSની બઢતી અને બદલી કરાઈ છે. જેમાં મનિન્દરસિંહ પવારને સુરેન્દ્રનગરનાં SP બનાવાયાં છે. એમ.કે.નાયકને અમદાવાદ સેન્ટ્રલ જેલનાં સુપરિટેન્ડન્ટ બનાવાયાં છે. કે.એન.ડામોરને વડોદરા વેસ્ટર્ન રેલવેનાં SP તરીકે બદલી કરાઇ છે.

દિવ્યા મિશ્રાને ખેડાનાં SP તરીકે બદલી કરાઇ છે. સૌરભ તોલુબિંયાને અમદાવાદ ઝોન-6નાં DCPનો ચાર્જ સોંપાયો છે. પરીક્ષિતા રાઠોડને પૂર્વ કચ્છનાં SP બનાવાયાં છે. પ્રદીપ સેજુલને બનાસકાંઠાનાં જિલ્લા પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી. નીરજ બડગુજરને અમદાવાદ ઝોન-4નાં DCP તરીકે બદલી કરાઇ.

શોભા ભુતડાને મહેસાણાનાં જિલ્લા પોલીસ વડા તરીકે બદલી કરવામાં આવી. વિરેન્દ્ર યાદવને ગાંધીનગર CIDનાં SP તરીકે ચાર્જ સોંપાયો છે. વિધી ચૌધરીની સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે. જયપાલસિંહ રાઠોડને અમદાવાદ ઝોન-1 DCP તરીકે ચાર્જ સોંપાયો છે.

લીના પાટીલને પંચમહાલનાં SP તરીકે બદલી કરવામાં આવી છે. શ્વેતા શ્રીમાળીને ડાંગનાં SP તરીકે બદલી કરાઇ. દિપક મેઘાણી વડોદરા ઝોન-1નાં DCPનો ચાર્જ સોંપાયો છે. અંતરિક સુદને ATSનાં SP તરીકેનો ચાર્જ સોંપાયો છે. હિતેશ જોયસરને દાહોદનાં SP તરીકે બદલી કરાઇ.

ચૈતન્ય માંડલિક સાબરકાંઠા જિલ્લાનાં નવા SP બન્યાં છે. તરૂણ કુમાર દુગ્ગલને વડોદરા ગ્રામ્યનાં SP બનાવાયાં છે. સુધીર દેસાઇને સુરત ટ્રાફિકનાં DCP તરીકે બદલી કરાઇ. બલરામ મીણાને રાજકોટ ગ્રામ્યનો ચાર્જ સોંપાયો છે. કરણરાજ વાઘેલાને મોરબી જિલ્લા વડા તરીકે બદલી કરાઇ.

સૌરભ સિંહ જૂનાગઢનાં નવા SP બન્યાં છે. રાહુલ ત્રિપાઠી ગીર સોમનાથ જિલ્લાનાં નવા SP બન્યાં છે. મનિષ સિંઘને વડોદરા સીટીનાં DCPનો ચાર્જ સોંપાયો છે. યશપાલ જગનીયાને વડોદરા ટ્રાફિકનાં DCPનો ચાર્જ સોંપાયો છે. પાર્થરાજસિંહ ગોહિલની પોરબંદરનાં SP તરીકે બઢતી અપાઇ છે.

રવિમોહન સૈનીને રાજકોટ ઝોન-1નાં DCP તરીકે બઢતી અપાઇ છે. મયુર પાટીલને અરવલ્લીનાં SP તરીકે બઢતી અપાઇ છે. સંજય ખરાટને અમદાવાદ શહેર ટ્રાફિકનાં DCP તરીકે બઢતી અપાઇ. અક્ષયરાજ મકવાણા અમદાવાદ શહેર ટ્રાફિકનાં DCP તરીકે બઢતી અપાઇ છે.

ધર્મેન્દ્ર શર્માને રાજકોટ સેન્ટ્રલ જેલનાં સુપરિટેન્ડેન્ટ તરીકે બઢતી અપાઇ. આર.વી.ચુડાસમાને ભરૂચનાં SP તરીકે બદલી કરવામાં આવી છે. એ.એમ.મુનિયાને સુરત ગ્રામ્યનો ચાર્જ સોંપાયો છે. મનોહરસિંહ જાડેજાને રાજકોટ ઝોન-2નાં DCP તરીકે ચાર્જ સોંપાયો છે.

તેજસ પટેલને અમદાવાદ શહેર ટ્રાફિકનાં DCP તરીકે ચાર્જ સોંપાયો. રાહુલ પટેલને સુરત ક્રાઇમનાં DCP તરીકે ચાર્જ સોંપાયો છે. જયદિપસિંહ જાડેજાને વડોદરા ક્રાઇમનાં DCP બનાવાયાં છે. એન્ડ્રુસ મેકવાનની ગાંધીનગરમાં બદલી કરાઇ છે. હિમાંશુ સોલંકીની ગાંધીનગરનાં SP તરીકે બદલી કરાઇ છે.

વિજય પટેલને અમદાવાદ કંટ્રોલ રૂમનો ચાર્જ સોંપાયો છે. ભગીરથસિંહ જાડેજાને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ-1નો ચાર્જ સોંપાયો છે. રાજેશ ગઢિયાનાની ગાંધીનગર CID ક્રાઇમનાં SP તરીકે બદલી કરાઇ છે. પન્ના મોમયાની બદલી કરી અમદાવાદ ઝોન-2નાં DCP તરીકે બદલી કરાઇ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનાં DCP રાજદીપસિંહ ઝાલાની બદલી કરાઇ છે. રાજદીપસિંહ ઝાલાને સાયબર ક્રાઇમનાં DCP બનાવાયાં છે.