IND Vs ENG : ઈંગ્લેન્ડે આઠ વિકેટ જીત મેળવીને સિરીઝ પર 2-1થી કર્યો કબ્જો

335

IND Vs ENG : ઈંગ્લેન્ડે આઠ વિકેટ જીત મેળવીને સિરીઝ પર 2-1થી કર્યો કબ્જો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલ ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડે આઠ વિકેટે જીત મેળવીને સિરીઝ 2-1થી જીતી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં 257 રનનો ટાર્ગેટ ઈંગ્લેન્ડને આપ્યો હતો, જે ઈંગ્લેન્ડે બે વિકેટે 44.3 ઓવરમાં જ મેળવી લીધો હતો. ઈંગ્લેન્ડ તરફથી રૂટે 100 અને મોર્ગને 88 રનની ઈનિંગ રમી હતી.

ભારત તરફથી એકમાત્ર વિરાટે 71 રનની ઈનિંગ રમી હતી, જ્યારે ધોનીએ 42 અને શિખર ધવને 44 રનની ઈનિંગ રમી હતી. ભારતીય બોલર્સ ઈંગ્લેન્ડની બોલિંગ સામે ફેલ થઈ ગયા હતા. માત્ર શાર્દૂલ ઠાકૂર જ એક વિકેટ મેળવતા બેરિસ્ટોને આઉટ કર્યો હતો, જ્યારે વિન્સ રન આઉટ થઈ ગયો હતો. ભારતીય સ્પિન બોલર્સ અને ફાસ્ટ બોલર્સ એકદમ નિષ્ફળ નિવડ્યા છે.

ભારત: વિરાટ કોહલી (સુકાની), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), દિનેશ કાર્તિક, સુરેશ રૈના, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, શ્રેયસ ઐયર, સિદ્ધાર્થ કૌલ, અક્ષર પટેલ, ઉમેશ યાદવ , શારદુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર.

ઈંગ્લેન્ડ: ઈયોન મોર્ગન (સુકાની), જેસન રોય, જોહની બેર્સ્ટોવ, જોસ બટલર (વિકેટ કીપર), મોઈન અલી, જૉ રુટ, જેક બોલ, લિયેમ પ્લન્કેટ્ટ, બેન સ્ટોક્સ, આદિલ રશીદ, ડેવિડ વિલી, માર્ક વૂડ અને જેમ્સ વિન્સ.

20 ઓવરના અંતે ઈંગ્લેન્ડે 121 રન બનાવી લીધા છે. ઈંગ્લેન્ડ હાલમાં મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે. જ્યારે ટીમ ઈન્ડિયાના હાથમાંથી મેચ છટકી રહી છે. હાલમાં મોર્ગન 19 અને રૂટ 40 રન બનાવીને રમતમાં છે.

ઈંગ્લેન્ડે 16 ઓવરમાં બે વિકેટના નુકશાને 108 રન બનાવી લીધા છે. હાલમાં જોઈ રૂટ 38  અને મોર્ગન 12 રને રમતમાં છે. યૂઝવેન્દ્ર ચહલ અને કૂલદીપ યાદવે ચાર-ચાર ઓવર નાંખી છે પરંતુ તેઓ એકપણ વિકેટ લેવામાં સફળ થયા નથી.

દસ ઓવરના અંતે ઈંગ્લેન્ડે બે વિકેટના નુકશાને 78 રન બનાવી લીધા છે. હાલમાં જો રૂટ 17 મોર્ગન 05 રને રમતમાં છે. જ્યારે વિન્સ 27 રન બનાવીને રન આઉટ થઈ ગયો હતો. 

સાત ઓવરના અંતે ઈંગ્લેન્ડે એક વિકેટના નુકશાને 57 રન બનાવી લીધા છે. ઈંગ્લેન્ડના બેટ્સમેનો ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. હાલ તો એવું લાગી રહ્યું છે કે ભારતના હાથમાં મેચ છટકી રહી છે.

ઈંગ્લેન્ડ પાંચ ઓવરમાં એક વિકેટના નુકશાને 43 રન બનાવી લીધા છે. હાલમાં વિન્સ અને જોઈ રૂટ રમતમાં છે. ટીમ ઈન્ડિયાને  ઈગ્લેન્ડ પર દબાણ બનાવવાની જરૂરત ઉભી થઈ છે.

ભારતને બેરિસ્ટોના રૂપમાં પ્રથમ સફળતા મળી છે. આક્રમક બની ગયેલા જોની બેરિસ્ટોએ 13 બોલમાં 30 રન ફટકારી દીધા હતા. ટીમ તરફથી પાંચમી ઓવર નાંખી રહેલ શાર્દૂલ ઠાકૂરે બેરિસ્ટોને રૈનાના હાથે કેચ આઉટ કરાવી દીધો હતો. બેરિસ્ટોએ સાત ચોગ્ગા ફટકાર્યા હતા.