ઇંગ્લેન્ડની ધરતી પર Kuldeep Yadav એ બનાવ્યા અનેક રેકોર્ડ

485

ઇંગ્લેન્ડની ધરતી પર Kuldeep Yadav એ બનાવ્યા અનેક રેકોર્ડ

ભારતના ચાઈનામેન બોલર Kuldeep Yadav એ ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે મેચની સિરીઝની પ્રથમ મેચ દરમિયાન એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કુલદીપ યાદવ ઇંગ્લેન્ડની ધરતી પર કોઈ એક મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર દુનિયાના એકમાત્ર સ્પિન બોલર બની ગયા છે.
કુલદીપ યાદવે ૧૦ ઓવરની બોલિંગ કરતા ૨૫ રનમાં ૬ વિકેટ લીધી હતી. આ અગાઉ પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડી શાહિદ આફ્રીદીએ ૨૦૦૪ માં કેન્યા સામે ઇંગ્લેન્ડના એજબેસ્ટન સ્ટેડિયમમાં ૧૧ રન આપી ૫ વિકેટ લીધી હતી. ત્યાર સાઉથ આફ્રિકા એન્ડ્ર્યુ સાઈમન્ડસે ૨૦૦૫ માં માન્ચેસ્ટરમાં બાંગ્લાદેશ સામે ૧૮ રન આપી ૫, જ્યારે અફઘાનિસ્તાનના રાશીદ ખાને ૨૦૧૭ માં બ્રિસ્ટોલમાં આયર્લેન્ડ સામે ૨૭ રનમાં ૫ વિકેટ લીધી હતી.
હરભજન સિંહને પણ છોડયા પાછળ

પોતાના આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના આધારે કુલદીપ યાદવે હરભજન સિંહને પણ પાછળ છોડી દિદા છે. કુલદીપ યાદવ હવે ભારત તરફથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ચોથા બોલર બની ગયા છે. હરભજન સિંહનું વનડેમાં પ્રદર્શન ૩૧ રનમાં ૩ વિકેટ હતી.
વનડેમાં ભારત માટે સર્વશ્રેષ્ઠ આંકડા

૬/૦૪ સ્ટુઅર્ટ બિન્ની વિરુદ્ધ બાંગ્લાદેશ, મીરપુર, ૨૦૧૪
૬/૧૨ અનીલ કુંબલે વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ, કોલકાતા, ૧૯૯૩
૬/૨૩ આશિષ નેહરા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, ડર્બન, ૨૦૦૩
૬/૨૫ કુલદીપ યાદવ વિરુદ્ધ ઇંગ્લેન્ડ, નોટિંગહામ
આવું કરનાર ત્રીજા ભારતીય બોલર બન્યા

તેના સિવાય કુલદીપ યાદવ ઇંગ્લેન્ડ સામે એક મેચમાં ૬ વિકેટ લેનાર ત્રીજા ભારતીય બોલર બની ગયા છે. કુલદીપ યાદવ પહેલા આશિષ નેહરા ૨૩ અને એસ શ્રીસંથ ૫૫ રન આપીએ ૬-૬ વિકેટ લઇ ચુક્યા છે.
બ્રેડ હોગનો તોડ્યો રેકોર્ડ

આ કોઈ પણ ચાઈનામેન બોલરનું ઇંગ્લેન્ડમાં આંતરરાષ્ટ્રીય વનડેમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. કુલદીપ યાદવે જેવા જ જોસ બટલરને વિકેટકીપર ધોનીના હાથે કેચ આઉટ કરાવ્યા તારે આ ઇનિંગમાં ચોથી વિકેટ પ્રાપ્ત કરી પોતાના નામે આ ખાસ રેકોર્ડ કરી લીધો હતો. તે ઇંગ્લેન્ડમાં કોઈ વનડે ઇનિંગમાં સૌથી વાળું વિકેટ લેનાર દુનિયાના પ્રથમ ચાઈનામેન બોલર બની ગયા છે. તેમને ઓસ્ટ્રેલિયાના બ્રેડ હોગના રેકોર્ડને તોડી દીધો હતો. બ્રેડ હોગે ૨૦૦૫ માં માન્ચેસ્ટરમાં બાંગ્લાદેશ સામે ૨૯ રનમાં ૩ વિકેટ લીધી હતી.
The post ઇંગ્લેન્ડની ધરતી પર Kuldeep Yadav એ બનાવ્યા અનેક રેકોર્ડ appeared first on વિશ્વ ગુજરાત.