પશ્ચિમ કચ્છ એલસીબી પાસપોર્ટ શાખાનું dongle ખરાબ થઈ જતા પબ્લિકને હેરાનગતિથી બચાવવા માટે પોલીસ અધીક્ષકશ્રી ભરાડા સાહેબની અથાગ મહેનતથી 2072 અરજીઓ અમદાવાદ મોકલી આપેલ છે

528

*પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ*
*પ્રેસનોટ*
*તાઃ-૧૨/૦૭/૨૦૧૮*

પશ્ચિમ કચ્છ એલસીબી પાસપોર્ટ શાખાનું dongle ખરાબ થઈ જતા પબ્લિકને હેરાનગતિથી બચાવવા માટે પોલીસ અધીક્ષકશ્રી ભરાડા સાહેબની અથાગ મહેનતથી 2072 અરજીઓ અમદાવાદ મોકલી આપેલ છે

પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ તથા એ.એસ.પી.શ્રી નખત્રાણા રવિ તેજા વાસમસેટ્ટી સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.આઇ.બી. પોલીસ ઇન્સપેકટરશ્રી બી.આર.ડાંગર તથા કર્મચારી સંજોગભાઇ સહારે તથા અજીતભાઇ યાદવનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લાના એલ.આઇ.બી. શાખાનું પાસપોર્ટ વિભાગનું ડોંગલ ખરાબ થઇ ગયેલ જે પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબની અથાગ મહેનતથી આર.પી.ઓ. (રીજીયોનલ પાસપોર્ટ ઓફીસ) અમદાવાદ તથા ટી.સી.એસ. (ટાટા કંન્સલટન્સી સર્વીસ) કંપની નોઇડા દિલ્લીના અધિકારીશ્રીઓ સાથે સતત સંપર્કમાં રહી પુર્વ-કચ્છ જીલ્લાના પોલીસ વડાનું ડીજીટલ સાઇનનો ઉપયોગ કરવાની મંજુરી મેળવી એકજ દિવસમાં ૨૦૭૨ પાસપોર્ટ ઓનલાઇન કરી દરેક પાસપોર્ટ ધારકોની અરજીઓ આર.પી.ઓ. અમદાવાદ તરફ મોકલી આપેલ છે, અને પશ્ચિમ કચ્છ જિલલાનું ડોંગલ હજુ પણ ખરાબ હોઇ જેથી દરરોજ ગાંધીધામ ખાતે જઇ પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ કર્મચારી પાસપોર્ટ અરજી માં ડીજીટલ સાઇન કરાવશે. જેથી કરી પાસપોર્ટ ધારકોને કોઇ પણ જાતની મુસ્કેલી ન પડે તે અંગેની કાર્યવાહી પોલીસ અધિક્ષકશ્રીએ કરેલ છે. અને પશ્ચિમ કચ્છ જિલલાનું ડોંગલ તાત્કાલીક ઇસ્યુ કરવા માટે લાગતા વળગતા સબંધીત ખાતાઓને પોલીસ અધિક્ષકશ્રીએ રજુઆત કરેલ છે.