ભુજ શહેર વિસ્તારમાંથી થયેલ ત્રણ એકટીવા સ્કુટર ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી પશ્ચિમ કચ્છ ભુજ એલ.સી.બી.

970

=======================
*પ્રેસનોટ*
=======================
*તા.૧૦/૦૭/૨૦૧૮*
=======================
*એલ.સી.બી., પશ્ચિમ કચ્છ-ભુજ*
=======================

ભુજ શહેર વિસ્તારમાંથી થયેલ ત્રણ એકટીવા સ્કુટર ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી પશ્ચિમ કચ્છ ભુજ એલ.સી.બી.

પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ, પશ્ચિમ કચછ-ભુજનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી., ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર, એમ.બી.ઔસુરા તથા સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. નરેન્દ્ર જયદ્રથ યાદવનાઓને અત્યંત ભરોસા લાયક બાતમીદાર દ્રારા બાતમી હકીકત મળેલ કે, તા.૦૭/૦૭/૨૦૧૮ના રોજ રાત્રીના સમયે સંકારનગર વિસ્તાર માંથી ચોરી થયેલ ત્રણ એકટીવા સ્કુટરો રોહન નાનજી બળીયા, રહે.ગણેશનગર, ચબુતરા વાળી શેરી, ભુજવાળો પોતાના રહેણાંક મકાનના આંગણામાં રાખેલ છે. અને આ ત્રણેય એકટીવા ચોરી કરવામાં તેની સાથે રહેલ બીજો ઇસમ હરેશ કાનજી મારવાડા, રહે.આંબેડકરનગર, મીરઝાપર, તા.ભુજ વાળો પણ તે જગ્યાએ હાજર છે. તેવી ભરોસાયાલક અને સચોટ બાતમી હકીકત મળતા જે મળેલ બાતમી હકીકત આધારે તુરંતજ વર્ક આઉટ કરી બાતમી વાળી જગ્યાએ આવતા બે ઇસમો હાજર મળેલ હોય જેની પુછપરછ કરતાં તૈ પૈકીના એકનું નામ *(૧) રોહન નાનજી બળીયા, રહે.ગણેશનગર, ચબુતરા વાળી શેરી, ભુજ તથા નં.(ર) હરેશ કાનજી મારવાડા, રહે.આંબેડકરનગર, મીરઝાપર, તા.ભુજ* વાળા હોવાનું જણાવેલ, અને મજકુરના કબ્જામાં રહેલ એકટીવા સ્કુટર બાબતે યુકિત પ્રયુકિતથી પુછ પરછ કરતા મજકુર આરોપીઓએ જણાવેલ કે, આ ત્રણેય એકટીવા સ્કુટર ગઇ તા.૦૭/૦૭/૨૦૧૮ ના રોજ રાત્રીના સમયે અમો બંને જણાએ સંસ્કાર નગરમાંથી ઘરની બહાર પાર્ક કરેલ તે ચોરી કરી લઇ આવેલાનું કબુલાત કરેલ. જેથી ઉપરોકત બંને આરોપીઓને ત્રણેય એકટીવા સ્કુટર સાથે પકડી ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે.