તો આ કારણે Gujarat માં ભાજપે શરુ કરી ડેમેજ કન્ટ્રોલની કવાયત

520

તો આ કારણે Gujarat માં ભાજપે શરુ કરી ડેમેજ કન્ટ્રોલની કવાયત

Gujarat માં મહિલા સલામતીના નામે સબ સલામત હોવાની વાતો કરી રહેલું ભાજપ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પર સેટેલાઈટ કેસની રેપ પીડિતાએ મુકેલા આક્ષેપથી ભાજપ સરકાર ભીંસમાં મુકાઈ છે. તેમજ આ મુદ્દો મહિલા સલામતીના નામે રાજકીય રંગ ના પકડે તેના પગલે સરકારમાં મહિલા અને બાળવિકાસ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે મહિલાને ન્યાય મળશે તેવું નિવેદન રેપ પીડિતાના સ્ટેટમેન્ટ બદલવાના અને ક્રાઈમ બ્રાંચના જેસીપી દ્વારા જ પીડિતાની કનડગત કરવાના આક્ષેપ બાદ આપવું પડ્યું હતું. વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે આ કેસમાં કોઈપણ ગુનેગારને છોડવામાં આવશે નહીં. આ પ્રકારે ભાજપે હવે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી છે.

આ ઉપરાંત રેપ પીડિતા પર ખુદ પોલીસ જ કેસ બદલવા દબાણ કરી રહી છે તેવી વિગતો રેપ પીડિતાએ જેસીપી જે.કે. ભટ્ટના નામ સાથે મીડિયા સમક્ષ આપતા ભાજપ સરકાર માટે મુશ્કેલી ઉભી થઈ છે. તેમજ આ મુદ્દાને ઉગતો જ ડામી દેવા માટે ગૃહમંત્રીએ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરને પણ આદેશ આપ્યા હતા જેના પગલે તેમણે ક્રાઈમ બ્રાંચ જઈને આ સમગ્ર ઘટનાની જાતમાહિતી મેળવી હતી. તેમજ તેમણે કહ્યું હતું કે તેમને ક્રાઈમ બ્રાંચ પર વિશ્વાસ છે અને મહિલાને ચોક્કસપણે ન્યાય મળશે. તેમજ આ સમગ્ર તપાસમાં એક વધુ મહિલા ડીસીપીને સામેલ કરવામાં આવ્યા છે.

આ દરમ્યાન પોલીસે આ ઘટનામાં સામેલ તમામ આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે. જયારે આ ઘટનાનો મુખ્ય આરોપી ગૌરવ દાલમિયા રવિવારે ક્રાઈમ બ્રાંચમાં હાજર થયો છે.જેની પોલીસે પૂછતાછ શરૂ કરી છે.જયારે પોલીસે આ કેસમાં વૃષભ મારુની પણ શોધખોળ આરંભી દીધી છે. જો કે તેના કુટુંબીજનો તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો હોવાનું જણાવી રહ્યા છે.