રાશિફળ 26 જૂન: આ રાશિના જાતકો ખાસ કરે ગણેશજીની ઉપાસના

8353

રાશિફળ 26 જૂન: આ રાશિના જાતકો ખાસ કરે ગણેશજીની ઉપાસના

રાશિફળ 26 જૂન: આ રાશિના જાતકો ખાસ કરે ગણેશજીની ઉપાસના
પ્રતિકાત્મક તસવીર
આજનું પંચાંગ
તારીખ : 26, જૂન, 2018, મંગળવાર
માસ : જેઠ સુદ 13
નક્ષત્ર : અનુરાધા
યોગ : શુભ
ચંદ્ર રાશી :વૃશ્ચિક
અક્ષર : ન, ય
ભાગ્યાંક : 7 

દિન મહિમા
  • વીંછુડો હજુ પ્રવર્તી રહ્યો છે.
  • રવિયોગ સવારે 7.08 થી આવતીકાલ સવારે 9.30 સુધી
  • આજે ગણેશજીની ઉપાસના સૌ ખાસ કરજો. કારણ કે મંગલ દેવ મધરાતથી વક્રી થશે અત્યારે સ્તંભી છે. માટે ગણેશજીની પ્રાર્થના અવશ્ય કરજો.
  • આજે ગણેશકવચનો સૌ પાઠ કરજો.
  • ગણેશજીને લાડુ ધરાવજો. અને ઘરમાં શક્ય હોય તો સંધ્યા સમયે જે દિપપ્રાગટ્ય કરો તે લગભગ 2 કલાક સુધી દિપ દેવ પ્રજ્વલીત રહે તેવું પણ શક્ય હોય તો પ્રાવધાન કરજો.
મેષ (અલઈ)
  • ધનસ્થાન પ્રબળ
  • આત્મવિશ્વાસ પણ પ્રબળ
  • બપોર સુધીનો સમય થોડું મન અશાંત રહે પણ ચિંતા ન કરશો.
  • સર્વ શુભ જ છે.
વૃષભ (બવઉ)
  • શુભ સમય છે.
  • ધન યોગ છે, કાર્ય સિદ્ધિનો યોગ પણ છે.
  • રાજનીતીમાં જેમને અટક્યું કામ કઢાવવું હોય તે સક્રીય થઈ શકે છે.
  • જાહેરજીવનમાં હોય તે સૌ માટે શુભ છે.
મિથુન (કછઘ)
  • પરિવારમાં સંયમ પૂર્વક રહેવું
  • વાદ-વિવાદ પીછો નથી છોડતું.
  • જેમ જેમ દિવસ વીતતો જશે તેમ તેમ સારું થતું જશે.
  • ઢીંચણની બિમારીથી અવશ્ય જાળવજો.
કર્ક (ડહ)
  • નોકરીયાતોને ખાસ વિનંતી કે નોકરીમાં શાંતીથી દિવસ પસાર કરજો.
  • દિવસ લાભપ્રદ અવશ્ય છે.
  • મોડી સાંજે સારા સમાચાર મળી શકે છે.
સિંહ (મટ)
  • ધનવ્યયના યોગ છે.
  • આરોગ્ય પણ જાળવવાનું રહેશે.
  • પરણીત હોવ તો સાસુમા સાથે વિશેષ સુમેળ રાખજો.
  • ઘરમાં સુખ-શાંતિ જાળવવા પ્રયત્ન કરવો.
કન્યા (પઠણ)
  • આજે પ્રત્યેક પ્રયત્ને લાભ છે.
  • આજનો દિવસ અતિ સાનુકૂળ છે.
  • તમને એમ થશે કે રોજ આવું થાય તો હું ક્યાંનો ક્યાં નીકળી જાઉં.
  • પણ, સહકર્મચારી અને નાનાભાઈબહેન સાથે સુમેળ રાખજો.
તુલા (રત)
  • આપના પ્રયત્નોમાં ભાગ્યનો સાથ મળે.
  • ધર્મક્ષેત્રના પ્રવાસ પણ સૂચવે છે.
  • કુટુંબમાં ખાસ આપ વાણીનો સંયમ જાળવજો.
  • ગળાનું કોઈ ઈન્ફેક્શન હોય તો ખાસ સાચવજો.
વૃશ્ચિક (નય)
  • આજે આપને કાળજી રાખવાની છે.
  • આપનો રાશી સ્વામી મંગળ દેવ વક્રી થઈ રહ્યા છે.
  • કોઈ અણગમતું પરિણામ ન મળે તેની તકેદારી રાખજો.
  • આજે આપ ગણેશજીની ઉપાસના ખાસ કરજો.
ધન (ભધફઢ)
  • અકસ્માતના યોગ સૂચવે છે.
  • સાવધાની રાખજો.
  • ઉશ્કેરાટ ઉપર ખાસ અંકુશ રાખવાનો છે.
  • આજે ગણેશજી આપને સૌ વિઘ્નથી બચાવશે.
મકર (ખજ)
  • આપને લાભ પ્રદ દિવસ છે.
  • જીવન સાથી દ્વારા શુભસમાચાર મળે.
  • સવારે વાદ-વિવાદમાં સંયમ રાખવો.
  • મનની વાત શાલીનતાથી રજૂ કરજો.
કુંભ (ગશષસ)
  • ઉશ્કેરાટ ઉપર કંટ્રોલ રાખજો.
  • કોઈની સાથે વાદવિવાદ દરમિયાન મોટો અવિવેક ન થઈ જાય તેનું ધ્યાન રાખજો.
  • ડિપ્રેશન જેવો અહેસાસ પણ થાય.
  • આજે ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરજો.
મીન (દચઝથ)
  • વાણીમાં ખાસ સંયમ રાખવો પડશે.
  • સાંજના સમયે ખૂબ સાનુકૂળતા રહેશે.
  • અચાનક જાણે શાણપણ ગાયબ થઈ જાય અને અણગમો થાય તેવું વર્તન પણ થઈ જાય માટે ચેતજો.