144
Please follow and like us:

બળાત્કાર કેસના આરોપી દાતી મહારાજ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ

નવી દિલ્હી: દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક ૨૫ વર્ષની યુવતી સાથેના બળાત્કાર કેસમાં આરોપી સ્વયંભૂ બાબા દાતી મહારાજ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરતાં આ કેસ વધુ ચકચારી બન્યો છે.

આ કેસમાં યુવતીએ દાતી મહારાજ સામે ફરિયાદ દાખલ કરાવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તે દસ વર્ષથી બાબાની શિષ્યા રહી છે, પરંતુ દાતી મહારાજ અને તેમના બે શિષ્ય દ્વારા તેના પર બળાત્કાર કરાયા બાદ તે તેના વતન રાજસ્થાન પરત ચાલી ગઈ હતી. પોલીસે વધુમાં જણાવ્યું કે મેજિસ્ટ્રેટ સમક્ષ પી‌િડતાનું નિવેદન લેવામાં આવ્યું છે અને આ કેસનો આરોપી દાતી મહારાજ દેશ છોડી ફરાર થઈ ન જાય તે માટે તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આ‍વી છે.

યુવતીએ જણાવ્યું છે કે બાબાની અન્ય મહિલા અનુયાયી તેને મહારાજના રૂમમાં બળજબરીથી લઈ જતી હતી અને જો તે ઈનકાર કરે તો ધમકાવતી હતી કે તે તમામને જણાવી દેશે કે તે અન્ય ચેલા સાથે પણ યૌનસંબંધ રાખે છે.

આ યુવતી બે વર્ષ પહેલાં આશ્રમમાંથી ભાગી ગઈ હતી અને ત્યારબાદ ઘણા સમય સુધી ગુમસુમ રહી હતી પણ બાદમાં તેણે તેનાં માતા-પિતા પાસે જઈ તેની સાથે થયેલા દુષ્કર્મ અને આપવીતીની અન્ય વિગતો જણાવતાં આખરે આ યુવતીએ હિંમત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવતાં દાતી મહારાજનાં કરતૂતો બહાર આવ્યા હતા.

Please follow and like us: