ભુજની ઓધવ હોટલમાં બેફામ જુગાર રમતા એલસીબીનો દરોડો બે મહિલા સાથે  અન્ય શખ્સો ઝડપાયા

602

ભુજની ઓધવ હોટલમાં બેફામ જુગાર રમતા એલસીબીનો દરોડો બે મહિલા સાથે  અન્ય શખ્સો ઝડપાયા

ભુજના ભીડ નાકા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત બિલ્ડીંગ જૂની હોટલ ઓધવ માં ચાલતા જુગાર પર પોલીસનો દરોડો પડી મોટી સફળતા મેળવી છે હોટલમાં રૂમ ભાડે રાખી આ શખ્સો જુગાર રમતા રમાડતા હતા પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચ ગઈકાલે રાત્રે હોટલ પર દરોડો પાડી પકડયા હતા અને એમાં બે મહિલા સહિત છ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડયા હતા જ્યારે એક જુગારી નાસી જવામાં સફળ થયો હતો જેને ઝડપવા પોલીસને તપાસ તે જ કરી છે એલ.સી.બી.એ રોકડ સહિત.  1.85 લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે રોકડ રકમ.  44,300 રકમ સાથે મોબાઈલ નંગ ૬ તથા બાઈક 1,25 લાખની દરોડો દરમિયાન કબજે કર્યો છે

ભુજ એલ સી બી એ પડેલા આ દરોડામાં અગાઉ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ મુદ્દે ચર્ચામાં રહેલી હોટલ ઓધવ માં દરોડા દરમિયાન પ્રમુખસ્વામી નગરમાં રહેતી લક્ષ્મીબેન વાલજીભાઈ સોની, માધાપર માં રહેતી જ્યોતિબેન લાલજીભાઈ પીપળીયા પટેલ, તથા સંજય કુમાર કનૈયા સિંગ, સંજીવકુમાર સીતારામ યાદવ ,અરૂણભાઇ ભોલેનાથ વાઘમારે ,હિતેશ લક્ષ્મીદાસ ઠક્કર ઝડપાયા હતા. જ્યારે હિરેન ઠક્કર ભાગવામાં સફળ રહ્યો હતો. એલ.સી.બી.એ વધુ તપાસ માટે બી ડિવિઝન પોલીસને હવાલે કરાયા છે જોકે ટૂંકા ગાળામાં જ કાર્યવાહી બાદ તમામને જામીન મુક્ત કરાયા હતા. જોકે એલ.સી.બી.એ પણ તપાસ કરે તે જરૂરી છે કે હોટલની આ જુગારધામમાં શું ભૂમિકા છે કે નહીં  ?