સિંગર Tulsi Kumar એ શેયર કર્યા પુત્ર શિવાયના ખાસ Photos

151

સિંગર Tulsi Kumar એ શેયર કર્યા પુત્ર શિવાયના ખાસ Photos

1. Tulsi Kumar

ફેમસ સિંગર અને ટી-સીરીઝ કંપનીના માલિક સ્વર્ગીય ગુલશન કુમારની પુત્રી Tulsi Kumar ગયા વર્ષે માતા બની હતી. Tulsi Kumar પુત્રને જન્મ આપ્યો છે. તેણે તેના પુત્રનું નામ શિવાય રાખ્યું છે. તમને જણાવી દઈએ કે, તુલસીએ ખુદ ટ્વીટર પર તેની પ્રેગ્નન્સીની ખબર એનાઉન્સ કરી હતી.

2. તુલસી કુમાર

સિંગર તુલસી કુમારે તેના પુત્ર શિવાયના કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. તુલસીએ અંતે તેના પુત્રની ઝલક તેના ફેંસને બતાવી દીધી છે. પુત્રને જન્મ આપ્યા પછી તુલસી તેના કામ અને સોશિયલ લાઈફને બખૂબી હેન્ડલ કરી રહી છે.

3. તુલસી કુમાર

પ્રેગ્નન્સીના સમયમાં તુલસી કુમારે મેટરનીટી ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તુલસી બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી હતી. આ ફોટોશૂટનાં ફોટા તેણે ઇન્સ્ટાગ્રામ પર પણ શેયર કર્યા છે. આ ફોટોશૂટમાં તુલસી કુમારના પતિ હિતેશ રલ્હાન પણ નજર આવ્યા હતા.

4. તુલસી કુમાર

તુલસી કુમારે 22 ફેબ્રુઆરી, 2015ના રોજ બિઝનેસમેન હિતેશ રાલ્હન સાથે મેરેજ કર્યા હતા. હિતેશ રાલ્હન જયપુરનો ફેમસ બિઝનેસમેન છે. હિતેશ અને તુલસીની મુલાકાત એક કોમન ફ્રેન્ડના મેરેજમાં થઈ હતી. ત્યારબાદ બન્નેને લવ થયો અને ૨૦૧૪ માં સગાઈ કરી હતી.

5. તુલસી કુમાર

ઉલ્લેખનીય છે કે, પિતા ગુલશન કુમારના મૃત્યુ પછી તુલસીના ભાઈ ભૂષણ કુમારે ટી-સીરીઝ કંપનીની કમાન સંભાળી તો બીજી તરફ, તુલસીએ સિંગિંગમાં કારકિર્દી બનાવી.