સમયસર ભોજન ન લેવાથી અને રાત્રે મોડા સુધી જાગવાથી થાય છે આ બીમારી

5194
Please follow and like us:

આપણે બધા મસ્તી કરવા માટે રાત્રે મોડા સુધી જાગીયે છીએ, ફિલ્મ જોવા કે,પાછી મિત્રો જોડે મોજ મસ્તી કરવા।પણ શું તમને ખબર છે કે,રાત્રે મોડા સુધી જાગવાથી આપણા શરીરને કેટલું નુકસાન થાય છે. આ સાથે ભોજન કરવાનો સમય પણ આપનો નક્કી નથી હોતો જેથી આપણી બોડીને બહુ બધું નુકસાન થાય છે.

આજે અમે તમને જણાવશું કે,ઉજાગરો કરવાથી કોઈપણને કેટલું નુકસાન થાય છે. 6 વર્ષ સુધી ૪.૫૦ લાખ લોકો પર થયેલા એક સ્ટડી મુજબ રાત્રે વહેલા સુવાની ટેવ ધરાવનારા લોકો મોડા સુઇ જનારાની સરખામણીમાં 10 ટકા વધુ જીવે છે.

બ્રિટનમાં થયેલા આ પ્રયોગમાં 38થી 73વર્ષના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 6 વર્ષના આ લાંબા સંશોધન સર્વે દરમિયાન 10500 લોકોના મોત થયા હતા. આ ડેટાના આધારે સંશોધકોએ તારણ કાઢયું કે,મોડે સુધી જાગનારા લોકોના મુત્યુનું પ્રમાણ 10 ટકા વધારે હતું.

આ સંશોધનમાં ધુ્રમપાન, શરાબની આદત, વજન તથા સામાજિક આર્થિક સ્થિતિ પણ જોવામાં આવી હતી. યુનિવર્સિટીના સંશોધકનું માનવું છે કે, મોડે સુધી જાગવાની ટેવ સ્વાસ્થ્ય સાથે જોડાયેલો મુદ્વો હોવાથી તેને નજર અંદાજ કરી શકાય નહી. વહેલા કે, મોડા ઉઠનારા મોટા ભાગનાએ એ પણ કબુલ્યું હતું કે તેમને મુત્યુનો ડર પણ વધારે સતાવતો હતો. તેમનામાં ડાયાબિટીસ, પેટ અને શ્વાસને લગતી તકલીફ, શરાબ અને ધુ્રમપાનનું વ્યસન પણ વધારે હતું.

સંશોધકોનું કહેવું હતું કે, મોડે સુધી જાગવા અને સૂવાથી બાયોલોજિકલ કલોક આસપાસના વાતાવરણ સાથે મેચ થતી નથી. ખોટા સમયે ભોજન લેવાથી, અપૂરતી ઉંઘ તથા કસરતના અભાવથી માનસિક તણાવ પેદા થાય છે. મોડે સુધી જાગનારાઓએ પોતાની આ ટેવ બદલવી જોઇએ એટલું જ નહી તબીબી સલાહ પણ લેવી જોઇએ. શિકાગોની નોર્ધન યુનિવર્સિટીના સંશોધકોનું માનવું છે કે રાત્રે મોડે સુધી જાગનારા લોકોની સમસ્યા પણ જુદી હોય છે.

Please follow and like us: