સની લિયોનીને પણ મળે નર્ગિસ,શ્રીદેવી,માધુરી અભિનેત્રી જેવી ઇજ્જતઃ હાર્દિક પટેલ

419

ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલનું માનવું છે કે, પોર્ન સ્ટારથી બોલીવુડ અભિનેત્રી બની સની લિયોનીને ફિલ્મી પર્દે પણ તેજ નજરથી જોવી જોઇએ, જે નજરથી નર્ગિસ, શ્રીદેવી અને માધુરી દીક્ષિત જેવી ફેમસ અભિનેત્રીઓને જોવામાં આવે છે.

હાર્દિકે ઇન્દોરમાં રવિવારે કહ્યું કે, ‘જો આપણે સની લિયોનીને ફિલ્મી પર્દા પર તે જ નજરથી જોઇએ, જે રીતે નર્ગિસ, શ્રીદેવી અને માધુરી દીક્ષિતને જોઇએ છીએ, તો આમાં શું તકલીફ? આપણે સની લિયોનીને ફિલ્મી પર્દે ખરાબ નજરથી શા માટે જોવી જોઇએ?’

તેમણે કહ્યું કે, ‘જો આપણા વિચારો એવા છે તો આપણે હજી પણ સની લિયોનીને જુની છાપથી જોવા માંગીએ છીએ, તો આ દેશ ક્યારેય નહીં બદલી શકાય’ જ્યારે વધુમાં તેમણે જણાવ્યું કે, બોલિવુડમાં ડગ માંડી ચૂકેલી અને સફળ નિવડેલી પૂર્વ પોર્ન સ્ટાર પણ ઇચ્છે છે કે ફિલ્મ અભિનેત્રી તરીકે તેમને પૂરૂ સન્માન મળે.

ઉલ્લેખનીય છે કે, સાથો સાથ તેમણે ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જો નરેન્દ્ર મોદી 2019ની ચૂંટણીમાં ફરીવાર પીએમ બનશે તો એ પછી ક્યારે દેશની અંદર ચૂંટણી નહીં થાય. જો કે તેના પાછળના કારણમાં તેમણે કહ્યું કે, કર્ણાટક ચૂંટણી બાદ રાજ્યપાલનું ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ, તેનાથી એવું લાગે છે બંધારણ ખતમ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.