છેલ્લા 10 વર્ષથી નથી વધ્યો મુકેશ અંબાણીનો પગાર, જાણો કેટલી છે સેલેરી

5305

દેશના સૌથી ધનિક વ્યકિત મુકેશ અંબાણીને તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી સતત 10માં વર્ષે 15 કરોડ રૂપિયાનો પગાર મળ્યો છે. મુકેશ અંબાણીએ પોતાની સ્વેચ્છાથી 10 વર્ષની પગારમાં કોઇ વધારો લીધો નથી. મુકેશ અંબાણીએ 2008-09માં પોતાનો પગાર, અન્ય લાભ, ભથ્થા, કમિશનને રૂપે 15 કરોડ રૂપિયા નક્કી કર્યા છે. અગાઉ તેમનું વાર્ષિક પેકેજ આશરે 24 કરોડ રૂપિયા હતું. બીજી તરફ 31 માર્ચ 2018ના રોજ પૂરા થયેલા ફાયનાન્શિયલ યરમાં તેમના સંબંધી નિખિલ અને હિતલ સહિતના પૂર્ણકાલિન નિદેશકોના પગારમાં સારી એવી વૃદ્ધિ થઈ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ”ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીનું મહેનતાણું  15 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યુ છે. આ મહેનતાણા બાબતે ધીરજ રાખવાની વ્યક્તિગત ઉદાહરણ આપવાની તેમની ઈચ્છાને પ્રતિબંધિત કરે છે.”

વિત્ત વર્ષ 2017-18માં તેમના મહેનતાણા 4.49 કરોડ રૂપિયામાં પગાર અને ભથ્થા શામેલ છે. 2016-17માં આ રકમ 4.16 કરોડ રૂપિયા હતી, જોકે તેમનું કમિશન 9.53 કરોડ રૂપિયા યથાવત છે. બીજી તરફ અન્ય સુવિધાઓ માટે આપવામાં આવતી રકમ 60 લાખ રૂપિયાથી ઘટાડી 27 લાખ રૂપિયા કરી દેવાઈ છે.

CEOના વેતનને પ્રોપેન્સિટી સ્તરે રાખવા અંગે ચાલતા વિવાદ વચ્ચે અંબાણીએ સ્વેચ્છાથી ઑક્ટોબર 2009માં પોતાના પગારની મર્યાદા બાંધી હતી. બીજી બાજુ અન્ય કર્મચારીઓના પગારમાં સારો એવો વધારો થયો.

અંબાણીના સંબંધી નિખિલ આર મેસવાની અને હિતલ આર મેસવાનીના વાર્ષિક પગાર 2017-18માં વધીને 19.99-19.99 કરોડ રૂપિયાએ પહોંચી ગયા છે જે 2016-17માં 16.85-16.85 કરોડ રૂપિયા હતા. અગાઉ 2015-16માં નિખિલને 14.42 અને હિતલને 14.41 કરોડ રૂપિયા પગાર મળ્યો હતો. 2014-15માં બંનેનો પગાર 12.03 કરોડ રૂપિયા હતો. તેમના મુખ્ય કાર્યકારીઓમાંથી એક PMS પ્રસાદ (એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર)નો પગાર 2017-18માં 8.99 કરોડ રહ્યો, જે 2016-17માં 7.87 કરોડ રૂપિયા હતો.