IPL 2018 : હાર બાદ પણ કેન વિલિયમ્સને બનાવ્યો અનોખો રેકોર્ડ

197
Please follow and like us:

આઈપીએલમાં ગુરૂવારે રમાયેલ હાઈ-સ્કોરિંગ મેચમાં મેજબાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદને 14 રનોથી માત આપી. આ જીત સાથે બેંગ્લોરે પોતાની પ્લેઓપની આશાઓને જીવંત રાખી છે.
ડિવિલિયર્સ (69), મોઈન અલી (64), કોલિન ડી ગ્રાન્ડહોમ (40)ની તોફાની ઈનિંગની મદદથી બેંગ્લોરે 06 વિકેટના નુકશાને 218 રનનો વિશાળ સ્કોર ખડકી નાંખ્યો હતો. મજબૂત ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ મહેમાન ટીમના કેપ્ટન કેન વિલિયમ્સને સૌથી વધારે 81 રન બનાવ્યા.

તેને પોતાની ઈનિંગમાં 42 બોલનો રમીને સાત ફોર અને પાંચ સિક્સ ફટકારી હતી. હૈદરાબાદે ઘણો સંઘર્ષ કર્યો પરંતુ તે વીસ ઓવરના અંતે 204 રન જ બનાવી શકી.
જોકે, હાર છતાં કેન વિલિયમ્સને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી લીધુ. કેન વિલિયમ્સન આઈપીએલના ઈતિહાસમાં સતત ચાર અર્ધશતક ફટકારનાર પહેલો વિદેશી કેપ્ટન બની ગયો છે. આઈપીએલમાં કેપ્ટનના રૂપમાં વીરેન્દ્ર સહેવાગે સૌથી વધારે પાંચ અર્ધશતક ફટકારી છે. આ લિસ્ટમાં કેન વિલિયમ્સને વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે. બંનેના નામ પર સતત ચાર-ચાર અર્ધશતક છે.
– વીરેન્દ્ર સહેવાગે 2012ની સિઝનમાં સતત પાંચ અર્ધશતક ફટકારી હતી.
– વિરાટ કોહલીએ 2016માં સતત ચાર અર્ધશતકીય ઈનિંગ રમી હતી.
– કેન વિલિયમ્સને વર્તમાન સિઝનમાં વિરાટની બરાબરી કરી લીધી
હૈદરાબાદની ટીમને શનિવારે પોતાની અંતિમ લીગ મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ વિરૂદ્ધ રમવાનો છે. આ મેચમાં વિલિયમ્સન પાસે સહેવાગની બરાબરી કરવાની તક હશે.Download File

Please follow and like us: