CWG 2018માં ગોલ્ડ મેડલ જીતનાર પુનમ યાદવને દિલ્લીમાં આપવો પડશે ડોપ ટેસ્ટ

159
Please follow and like us:

વારાણસી: કોમનવેલ્થ વેઈટ લિફટીંગમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પૂનમ યાદવને વહેલી તકે દિલ્હી પહોંચી ડોપ ટેસ્ટ આપવો પડશે. આવુ કહેવુ છે ભારતીય વેઈટલિફ્ટિંગ એસોસિયેશનના જનરલ સેક્રેટરી સહદેવ યાદવનું.

તેમણે શનિવારે કહ્યું હતું કે ડોપ ટેસ્ટ આપ્યા પછી, તેઓ કંઈક કહેવા માગે છે. સાથે જ પૂનમનો અત્યાર સુધી કોઇ પ્રતિસાદ મળ્યો નથી. હાલ તે દિલ્હીથી બહાર છે. સોમવારે તેઓ દિલ્હી પહોંચશે અને ભારતીય વેઈટ લિફ્ટિંગ એસોસિએશન મુખ્યાલય જશે. ત્યારબાદ જ તેઓ આ મામલે વધુ કંઇક કહેશે.

પટિયાલામાં ચાલી રહેલ રાષ્ટ્રીય શિબિરમાં ભાગ લેવાના કારણે ભારતીય વેઇટલિફ્ટિંગ સંઘે પૂનમને ગેરશિસ્ત બદલ નિલંબિત કરી હતી. બીજી તરફ પૂનમના પરિવારજોનોનું કહેવુ છે કે તેઓ ટૂંક સમયમાં દિલ્હી જશે. ઈમેલ અને સ્પીડ પોસ્ટમાં પહેલેથી ભારતીય વેઈટ લિફટીંગ ફેડરેશનનો જવાબ મોકલી દીધો છે. પૂનમનો ફોન પર કોઇ જવાબ ન આપવાને કારણે અને ઘરે જવા પર તેમને નહી મળવાની સ્થિતિથી કોઇ સ્પષ્ટતા થતી નથી.Download File

Please follow and like us: