ઇન્દોર: ધર્મગુરૂ સાથે મુલાકાત બાદ PM મોદી દાઉદી વ્હોરા સમુદાયને કરશે સંબોધન  

4523

ઇન્દોર: ધર્મગુરૂ સાથે મુલાકાત બાદ PM મોદી દાઉદી વ્હોરા સમુદાયને કરશે સંબોધન  

દાઉદી વોહરા સમુદાયના ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનની મુલાકાતને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઇન્દોરની મુલાકાતે જશે. જિલ્લાધિકારી નિશાંત વરડેને જણાવ્યું કે દાઉદી વ્હોરા સમુદાયના ધર્મગુરૂ સાથે મુલાકાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઇન્દોરની મુલાકાતે આવે તેવી શક્યતા છે.

તેમણે જણાવ્યું કે સરકારી સ્તર પર સંકેત મળ્યાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્દોરની ટુંકી મુલાકાતે આવશે. જો દાઉદી વ્હોરા સમુદાયના ધર્મગુરૂ સાથે મુલાકાતના સંભવિત કાર્યક્રમ હેઠળ જો પીએમ મોદી ઇન્દોર પહોંચે છે તો આ મુલાકાત રાજકીય રીતે મહત્વપૂર્ણ હશે.

ઉલ્લેખનીય છેકે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એક અનુમાન મુજબ ઇન્દોરમાં દાઉદી વ્હોરા સમુદાયની જનસંખ્યા 35,000ની આજુ-બાજુ છે. આ સમુદાયની વસ્તીનો અંદાજે 40 ટકા ભાગ શહેરના પશ્ચિમી વિસ્તારમાં વસે છે, જ્યાં સત્તાપક્ષ ભાજપની પકડ મજબૂત છે.

સૈયદના મફદ્દલ સૈફુદ્દીનને પ્રદેશ સરકારે રાજકીય અતિથિનો દરજ્જો આપ્યો છે. તેમના ઇન્દોરમાં આગમન બાદ અલગ-અલ રાજકીય પક્ષો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે.