પ્રવીણ તોગડિયાનો પીએમ મોદી પર હુમલો, મુસલમાનોના વકીલ ગણાવ્યાહિન્દૂ અધિકાર અને કલ્યાણ રામ મંદિર બનેઆ સરકારમાં ગૌરક્ષક ગુંડા અને કસાઈ ભાઈ બની ગયાભગવાન રામનો ઉપયોગ કરીને ખુરશી મેળવવા માંગે છે

1781

પ્રવીણ તોગડિયાનો પીએમ મોદી પર હુમલો, મુસલમાનોના વકીલ ગણાવ્યાહિન્દૂ અધિકાર અને કલ્યાણ રામ મંદિર બનેઆ સરકારમાં ગૌરક્ષક ગુંડા અને કસાઈ ભાઈ બની ગયાભગવાન રામનો ઉપયોગ કરીને ખુરશી મેળવવા માંગે છે

વિશ્વ હિન્દૂ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ ફરી એકવાર પીએમ મોદી પર હુમલો કર્યો છે. પ્રવીણ તોગડિયા એ પીએમ મોદી પર આરોપ લગાવ્યો છે કે તેઓ મુસ્લિમ મહિલાઓના વકીલ તરીકે કામ કરી રહ્યા છે, તેઓ પ્રધાનમંત્રીને લાયક નથી. પ્રવીણ તોગડિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે હિંદુત્વના નામ પર અને હિન્દૂ વોટોના દમ પર નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા હતા. પરંતુ ભારતને હિન્દૂ દેશ બનાવવા અને કાશ્મીરમાં હિન્દુઓની રક્ષા કરવાને બદલે તેઓ મુસલમાનોના વકીલ બની ગયા. પ્રવીણ તોગડિયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ટ્રિપલ તલાક મુસલમાનનો અંગત મામલો છે. તેવામાં હિન્દૂ સરકારના નેતા તરીકે તેમને આવી ચિંતા નહીં કરવી જોઈએ.