ટાટાએ લોન્ચ કરી Tiago NRG, કિંમત 5.5 લાખથી શરૂ

2311

ટાટાએ લોન્ચ કરી Tiago NRG, કિંમત 5.5 લાખથી શરૂ

હેલો મિત્રો, અમારી ચેનલ પર આપનું સ્વાગત છે. જો તમે હજુ સુધી આ ચેનલનું અનુસરતા નથી. પછી હવે ઉપરના પીળા રંગના ફોલો બટન દબાવો

નવી દિલ્હીઃ ટાટા મોટર્સે ટિઆગોના સ્ટાન્ડર્ડ હેચબેકનો પોર્ટફોલિયો વધારીને તેનું ટફ વર્ઝન ટીઆગો એનઆરજી લોન્ચ કર્યું છે. ટીઆગો એનઆરજી એક ક્રોસ હેચબેક છે અને તેની કિંમત 5.5 લાખ રૂપિયાથી 6.32 લાખ રૂપિયા (એક્સ શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે. ટાટા મોટર્સે ટીઆગો એનઆરજીને અર્બન ટફરોડર ગણાવી છે. આ મોડલમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. જો કે, તેના એન્જિન સ્પેસિફિકેશનની સાથે કોઇપણ જાતની છેડછાડ કરવામાં નથી આવી. આ કારનો મુકાબલો માત્ર મારૂતિ સુઝુકી સેલેરિયો એક્સની સાથે થશે.

સાઇઝમાં વધુ મોટી ટીઆગો એનઆરજી

ટાટા ટીઆગો એનઆરજી સ્ટાન્ડર્ડ હેચબેકથી વધુ ઉંચી, પહોળી અને લાંબી છે, જ્યારે તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ વધારીને 180 એમએમ કરવામાં આવ્યું છે. કારને સ્ટાઇલિશ લુક આપવા માટે બંપર, સાઇડ સ્ક્રિટ્સ અને વ્હીલ આર્કને બ્લેક પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવ્યું છે. રીયર બમ્પર પર બોક્સ સ્કિડ પ્લેટ છે અને રફ રેલ્સ પણ બ્લેક ફિનિશ્ડ છે.

કારને આપવામાં આવી બ્લેક ટ્રિટમેન્ટ

કારની ગ્રિલ, ઓરવીએમએસ,રફ માઉન્ટેડ સ્પોચયલર બ્લેક છે અને ટેલગેટને પણ આનાથી ઢાંકવામાં આવ્યું છે. એક્સટીરિયરની જેમ કારની કેબિનને પણ બ્લેક ટ્રિટમેન્ટ આપવામાં આવી છે. આ ઉપરાંત, ટીઆગો એનઆરજીમાં 14 ઇંચ એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.

બીજા ફિચર્સ

ટીઆગો એનઆરજીને ટોપ વેરિએન્ટ્સની સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને તેમાં અનેક ફિચર્સ જેવા કે સ્ટીયરિંગ માઉટેડ કન્ટ્રોલ, બ્લુટૂથ કનેક્ટિવિટી, સ્માર્ટફોન ઇન્ટિગ્રેશન, રિયર પાર્કિંગ સેન્સર વગેરે આપવામાં આવ્યા છે.

એન્જિન સ્પેસિફિકેશન

ટીયાઓ એનઆરજીને પેટ્રોલ અને ડીઝલ એન્જિનના ઓપ્શનની સાથે રજૂ કરવામાં આવી છે. આ કારમાં 1.2 લીટર 3 સિલિન્ડર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ કારમાં 1.2 લીટર 3 સિલિન્ડર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન છે જે 84 બીએચપી પાવર અને 114 એનએમ ટોર્ક જનરેટ કરે છે. જ્યારે 1.05 લીટર 3 સિલિન્ડર Revotorq ડીઝલ એન્જિન 69 બીએચપી અને 140 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. બન્ને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સની સાથે આવે છે.